I Am Sameer Shingala And My Village From Borvav .Have a My Life he Very Better .intrested is bussines.
Love You all People..............
એક ખુબ જ સરસ વાત
એક ખુબ જ સરસ વાત છે કે હજીયે આપણા ગામડાંઓમાં માનવતા જીવે છે...
પ્રામાણિક્તા,દીર્ઘસંતોષ,ગમે તેવી હાલતમાં પણ ભગવાન ઉપરની શ્રધ્ધા...એની આ વાત છે.
થોડાક વખત પહેલાં, એક માનતા પુરી થયા પછીથી, તે માન્યા પ્રમાણે હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળાની દુકાનેથી બુંદીના ૧-૧ લાડુ અને ગાંઠીયાના ૫૧ પડીકા બંધાવીને સવારના પહોરમાં સ્કુટર ઉપર નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં આવતા-જતાં ભિખારીઓને આપતો આપતો રેલ્વે સ્ટેશને પહોંચ્યો, કારણ કે ત્યાં અથવા મંદિરે જ વધારે ભિખારીઓ મળી રહે...
ભજીયાં,સીંગ ચણા વગેરેની લારીઓથી થોડેક દુર, એક ઝાડ નીચે, એક ભિખારણ બે નાના છોકરાઓને લઇને બેઠી હતી. મેં તેની નજીક જઇને તેને વ્યક્તિદીઠ ૧-૧ એમ ત્રણ પડીકા આપ્યા, અને હજી તો સ્કુટરની કીક મારવા જઉં તે પહેલાં પેલી ભિખારણે "ઓ...સાયેબ...અરે..ઓ..શેઠ" બુમો પાડીને મને રોક્યો. પાસે આવીને મને કહે કે "સાયેબ, તમુયે તૈણ જણના તૈણ પડીકા આપીયા, પન આ નાલ્લો તો હજી હાત મ્હૈનાનો જ થ્યો છે.. ઇ કેમનો ખૈ હખવાનો? લો આ એક પડીકું પાછું લૈ જાવ. કોક બચારા મારાથી વધારે ભુખ્યાને કામ લાગશે."
મારી આંખોમાં આંસુ આવી ગયા. (કેટલી ઇમાનદારી?) છતાં એની પરિક્ષા કરવા માટે મેં પુછ્યું કે,
"જો આ પડીકું તેં તારી પાસે રહેવા દીધું હોત, તો તને સાંજે ખાવા કામ લાગેત. શું તારી પાસે સાંજના ખાવા માટેની કોઇ વ્યવસ્થા છે? કે તું શું ખઇશ? છોકરાને શું ખવડાવીશ?"...તેણે હાથ જોડીને જે જવાબ આપ્યો તે સાંભળીને મને તેના ચરણસ્પર્શ કરવાનું મન થઇ ગયું, તેણે કીધું કે," શેઠ...સાંજની કે કાલની ચિંતા કરવાનું કામ મારૂં નથી, ઉપરવાળાનું છે અને તે જે આપે છે તેટ્લું જ મારૂં છે, (ભગવાન ઉપર કેટ્લી શ્રધ્ધા છે).. જો મારા નસીબમાં હશે તો અહીં જ ઝાડ નીચે બેઠાં- બેઠાં પણ તમારા જેવા કોઇક ગાડીવાળાને નિમીત્ત બનાવીને પણ અમારૂં પેટ ભરશે, પણ તે માટે હું બેઇમાની તો નહીં જ કરૂં. મારા નસીબનું હશે, તેટ્લું જ મને મળશે, નહિતર તમે આપેલુ આ પડીકુ પણ કોઇ કુતરૂં કે કાગડો આવીને ખેંચી જશે.(કેટલો સંતોષ)
જો ભગવાને મને મારા કર્મોના હિસાબે આ ભિખારણનો દેહ આપ્યો છે તો તેમાં જ મારૂં ભલુ હશે અથવા તે જ મારૂં નસીબ હશે, નહિતર હું અત્યારે ગાડીવાળાના ઘરમાં હોત....!!!"
કેવો સરસ માર્મિક જવાબ છે, પોતાની પાસે કશું જ નથી તો ય કાલની કે સાંજની ચિંતા નથી,
અને આપણને ભગવાને એટલું બધું આપી દીધું છે કે આપણને તે સાચવવાની ચિંતા છે...શેમાં પૈસા રોકું તો જલ્દીથી વધે?
૨૫ વર્ષ પછી પાકીને કેટલાં થશે, તેવી ગણતરી કરીને રોકાણ કરીએ છીએ...
૨૫-૩૦ વર્ષનું મોરગેજ, ૨૫ વર્ષ પછી RRSP/CPP/Insurance માંથી કેટલા પાછા આવશે, તે ગણીને
આજે ભીડ ભોગવીને ય કાલ માટે બચાવીએ છીએ, અને ભગવાન ઉપર શ્રધ્ધાની મોટી મોટી વાતો કરીએ છીએ...!!!
खबर नहीं है पलकी....
और बात करत है कलकी.
=========================================================================
પુસ્તકો ને સાચવો
પુસ્તકો આપણા બધાનો સાચો સાથી હોય છે. તે નવરાશના સમયમાં ટાઇમપાસ કરવાની સાથે આપણાં જ્ઞાનમાં પણ વધારો કરે છે. એટલું જ નહીં, પુસ્તકોને યોગ્ય રીતે સજાવીને ઘરના ઇન્ટિરિયરને પણ નવો લુક આપી શકીએ છીએ. કેવી રીતે રાખશો પુસ્તકોની સંભાળ ? આવો તેના પર નાખીએ એક નજર
* પુસ્તકોમાં કાંઇ લખવું કે અંડરલાઇન કરવી જોઇએ નહીં. પેનની ઇન્ક પુસ્તકો માટે નુકસાનકારક હોઇ શકે છે.
* ખાતી – પીતી વખતે પુસ્તકો વાંચવાનું ટાળવું જોઇએ. ખાતી વખતે પુસ્તક સાથે લઇને વાંચવાથી ખાવાની વસ્તુ પુસ્તક પર પડવાની સંભાવના રહે છે અથવા પડે છે. આમ પુસ્તક ખરાબ થાય છે. જો તમારે પુસ્તક વાંચતી વખતે કાંઇ ખાવું જ હોય તો ખાવાની પ્લેટથી પુસ્તકને દૂર રાખો અને હાથ લૂછયા પછી જ પાનું પલટાવો.
* ઘરમાં પુસ્તકોને બુક શેલ્ફમાં જ રાખો. આ શેલ્ફ રૃમની સિલિંગથી બે ફૂટ નીચે બનાવો. દરેક શેલ્ફમાં એક જ પ્રકારનાં પુસ્તકો રાખો. પુસ્તકો ઠાંસી – ઠાંસીને ન રાખો. શેલ્ફના માત્ર ૬૦ ટકા ભાગમાં જ પુસ્તકો મૂકો અને બાકીનો ભાગ ખુલ્લો રહેવા દો.
* જો ઘરમાં પુસ્તકો ખૂબ જ વધારે હોય, તો એક જ રૃમમાં મોટો શેલ્ફ બનાવવાને બદલે દરેક રૃમમાં નાના – નાના બુક રેન્ક રાખો. જેમ કે વાનગીનું પુસ્તક રસોડામાં, બાળકોનાં પુસ્તકો અને કોમિક્સ કિડ્સ રૃમમાં અને એન્સાઇક્લોપીડિયા વગેરે બેડરૃમમાં. આમ કરવાથી પુસ્તકો શોધવાનું પણ સરળ રહેશે અને ઇન્ટિરિયરને પણ નવો લુક મળશે.
* બુક શેલ્ફની નિયમિત સફાઇ (ડસ્ટિંગ) કરો. સફાઇ કરતી વખતે દરેક પુસ્તકને અને તેની જગ્યાને સારી રીતે લૂછી નાખો.
* શેફમાં પુસ્તકો ઊભા મૂકો અને એકની ઉપર એક પુસ્તક રાખશો નહીં. આમ કરવાથી તે જલદી ફાટી જાય છે અથવા પુસ્તકને નુકસાન થાય છે.
* પુસ્તકો અથવા કોઇ પણ દસ્તવેજને લેમિનેટ શક્ય હોય ત્યાં સુધી ન કરાવશો.લેમિનેશન કરતી વખતે એસિડનો ઉપયોગ કરવામાં આવે છે, જે પુસ્તકો માટે યોગ્ય નથી. તેનાથી દસ્તાવેજ કે પુસ્તકને નુકસાન થાય છે.
* વધારે જૂના પુસ્તકોને લાકડાના કબાટ કે ઘોડામાં સાચવીને રાખો.
* પુસ્તકોને હવાઉજાસ મળી રહે તેવી જગ્યાએ રાખો. ભેજવાળી જગ્યા કે ભોંયરામાં તેને રાખશો નહીં. આમ કરવાથી પુસ્તકનાં પાના ખરાબ થાય છે અને ઉધઇ તથા અન્ય જીવાત લાગવાની સંભાવના પણ રહે છે.

No comments:
Post a Comment